• કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે મોદી સરકારના આગામી કાર્યકાળમાં દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરી દેવાશે. જો ભાજપ સત્તા પર પરત આવશે તો તમામ હિતધારકો સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકાર UCC લાવશે.
• કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં પાંચ લોકસભા બેઠક પર મતદાન પૂરું થયું છે. ચૂંટણી પંચે આ દરમિયાન રોકડ, શરાબ અને નશીલા પદાર્થો સહિત રૂ. 95 કરોડની સામગ્રી જપ્ત કરી હતી.
• લીકર પોલીસી કૌભાંડમાં ઇડીની કસ્ટડીમાં રહેલા અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણીપ્રચાર માટે જામીન પર મુક્ત કરાયેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમના જામીન એક સપ્તાહ લંબાવવા કોર્ટમાં અરજી કરી છે.
• બસપા નેતા માયાવતીનું કહેવું છે કે કેન્દ્રમાં ભાજપની સત્તાવાપસી આસાન નહીં હોય. દેશમાં નિષ્પક્ષ ચૂંટણી યોજાય અને ઇવીએમ સાથે ચેડાં નહીં કરાય તો ભાજપની ગેરંટી કામ આવશે નહીં.