છ વર્ષ ઉગ્ર તપસ્યા - જીવતા પિંડદાન પછી મળે નાગા દીક્ષા

Saturday 25th January 2025 04:54 EST
 
 

પ્રયાગરાજની સંગમ નગરીમાં શનિવારે 20 વર્ષના યુવાનથી લઈને 65 વર્ષના વૃદ્ધોને નાગા દીક્ષા આપવામાં આવી હતી. આ માટે તેઓ છેલ્લા 6 વર્ષથી ગુરુઓની દેખરેખ હેઠળ કઠોર તપસ્યા અને અધ્યયન કરી રહ્યા હતા. અંતિમ તબક્કા તરીકે કુંભમાં 24 કલાક સુધી નિર્જલા વ્રત કર્યું હતું. અખાડામાં ધાર્મિક ધ્વજ નીચે ઊભા રહીને આખી રાત શિવમંત્રોનો જાપ કર્યો. શનિવારે અખાડાની પોલીસની દેખરેખ હેઠળ તેઓ ગંગા કિનારે પહોંચ્યા હતા અને મુંડન કરાવ્યા પછી તેમણે ગંગામાં 108 વખત ડૂબકી લગાવી, પોતાનું પિંડદાન કર્યું હતું. હવે તેઓ નાગા સાધુ કહેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter