જગતને નરેન્દ્ર મોદી જેવા નેતાની જરૂરઃ વર્લ્ડ બેંકના વડા

Friday 29th May 2015 05:42 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્રમાં સરકારનું એક વર્ષ પૂર્ણ કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશી સંસ્થાએ પણ પ્રશંસા કરી છે. વિશ્વ બેંકના અધ્યક્ષ જિમ યોન્ગ કિમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સરકારના કાર્યકાળનં એક વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન આપતાં કહ્યું કે, વિશ્વને તમારા જેવા હજુ વધુ નેતાઓની જરૂર છે. કિમે વડા પ્રધાનને એક વર્ષમાં ગરીબી દૂર કરવા માટે ઊઠાવાયેલા દીર્ઘદૃષ્ટિવાળા પગલાં લેવા બદલ અભિનંદન આપ્યા છે. વિશ્વ બેંકના પ્રમુખે ટ્વિટ કર્યું કે ભારતમાં ગરીબી દૂર કરવા માટે એક વર્ષના દીર્ઘદૃષ્ટિવાળા પગલાં માટે અભિનંદન. વિશ્વને તમારા જેવા હજુ વધુ નેતાઓની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter