જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચના અંગે પીડીપી - ભાજપ વચ્ચે તિરાડ

Monday 21st March 2016 08:10 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચનાને મુદ્દે પીડીપી અને ભાજપ વચ્ચે પ્રવર્તી રહેલી મડાગાંઠ હજી ઉકલી નથી. સરકારની રચના મુદ્દે દસ સપ્તાહથી પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને અંતે ભાજપ-પીડીપી ગઠબંધન લગભગ ભંગાણે છે. રાજ્યપાલ એન. એન. વહોરા વિધાનસભાને આઠમી એપ્રિલ સુધીમાં બરખાસ્ત કરવાની મુદત જાહેર કરી ચૂક્યા છે. મહેબૂબા ભાજપની શરતો માની લે તે પછી જ સરકારની રચના સંભવ છે.

ભાજપ સાથેની વાટાઘાટો પડી ભાંગ્યા બાદ મહેબૂબા મુફ્તી શ્રીનગર પહોંચ્યાં હતાં, પરંતુ આ તબક્કે હવે પીડીપીનું એક જૂથ સરકાર રચવાના પક્ષમાં છે. પીડીપીથી અલગ થઇને આ જૂથ ભાજપ સાથે ગઠબંધનના પ્રયત્નોમાં છે એવા અહેવાલોથી મહેબૂબા પરેશાન છે. ૧૫ સભ્યોનું જૂથ પીડીપી છોડે તો તેને ભાજપ સાથે હાથ મિલાવવા માટે વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવી પડશે. ભાજપે પણ રવિવારે જણાવ્યું હતું કે, પીડીપીના કેટલાક વિધાનસભ્યો સરકાર બનાવવાની તરફેણમાં છે અને ભાજપ તેમના સંપર્કમાં છે. ભાજપે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે સરકારની રચના માટે પીડીપી દ્વારા મુકાયેલી નવી શરતોનો તે ક્યારેય સ્વીકાર નહીં કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter