જર્મનીના રેફ્યુજી કેમ્પમાં ફસાયેલી હરિયાણાની ગુરપ્રીતની મદદ માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ તાજેતરમાં આગળ આવ્યાં છે. ગુરપ્રીતે પોતાની પરેશાની જણાવતાં લગભગ એક મિનિટનો વીડિયો બનાવ્યો છે. જે સોશિયલ મીડિયા પર પણ શેર થઈ રહ્યો છે. પહેલી ફેબ્રુઆરીએ ટ્વિટર પર આ વીડિયો ક્લિપની ટ્વિટમાં સુષમા સ્વરાજને ટેગ કરવામાં આવ્યાં હતાં.
વીડિયો ક્લિપમાં આખા વીડિયોની શરૂઆતની ૨૦ સેકન્ડની ફૂટેજ હતી અને ગણતરીનાં કલાકોમાં સુષ્માએ મિનિસટ્રીમાં ગુરપ્રીતના નંબરની તપાસ શરૂ કરાવી હતી. એક કલાકમાં જ સુષ્માએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેમને જર્મનીના ભારતીય દૂતાવાસ તરફથી રિપોર્ટ મળી ચૂક્યો છે. થોડા સમય બાદ સુષ્માએ ત્રીજું ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સ્મિથ ફ્રેકફર્ટ આ કેસને જોઈ રહ્યા છે અને ગુરપ્રીતના પિતા સાથે વાત આ મુદ્દે વાત થઈ ગઈ છે તેઓ ગુરપ્રીતની જલદીમાં જલદી મદદ કરશે.