નવી દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં આરોપી જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે વિશેષ અદાલત સમક્ષ વધી રહેલા કેન્સરની સારવાર માટે વચગાળાના જામીન મેળવવા અરજી કરી છે. ખાનગી ડોક્ટરો દ્વારા કરાયેલા ટેસ્ટ દરમિયાન આ રોગનો ખુલાસો થયો હતો. કોર્ટે ગોયલના મેડિકલ રિપોર્ટની તપાસ કરવા મેડિકલ બોર્ડની રચનાનો આદેશ આપ્યો છે. જાન્યુઆરીમાં સ્પેશિયલ જજે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગોયલને ખાનગી ડોક્ટરો દ્વારા મેડિકલ તપાસ કરાવવાની મંજૂરી આપી હતી. ઈડીએ ગયા વર્ષે પહેલી સપ્ટેમ્બરે કેનેરા બેંક ફ્રોડના સંબંધમાં ગોયલની ધરપકડ કરી હતી.