ફેસબુકના સંસ્થાપક અને સીઇઓ માર્ક ઝુકરબર્ગે ૨૯ ઓક્ટોબરે રાજકારણ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. તેમની સાથે નેટ ન્યુટ્રાલિટી અને ઝીરો રેટિંગ સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં ડીઆઇપીપી સચિવ અમિતાભ કાન્ત, આઇટી મુદ્દે બનેલી સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષ અનુરાગ ઠાકુર પણ હતા. ટેલિકોમ વિભાગના સચિવ રાકેશ ગર્ગ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયન, સાંસદ ચંદ્રશેખર અને ફિક્કીના મહામંત્રી એ. દીદારસિંહ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઇન્ટરનેટના વિસ્તાર માટે જરૂરી ટેક્નોલોજી, નિયમો અને નીતિઓ વિશે પણ ચર્ચા થઈ હતી.