ડિજિટલ ટેકનોલોજીસ દ્વારા ભારતનું શક્તિ પ્રદર્શન

ડિજિટલ પેમેન્ટ્સ પ્લેટફોર્મ્સ થકી ભારતીયોના જીવનમાં નોંધપાત્ર ફેરફારો આવ્યા

Tuesday 13th June 2023 14:24 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતે 10 વર્ષથી થોડા જ વધુ સમયગાળામાં જાહેર રીતે સુગમ્ય અનેક ડિજિટલ પ્લેટફોર્મ્સનું નિર્માણ કર્યું છે જેનાથી તેના લોકોના જીવનમાં ગણનાપાત્ર સુધારાત્મક ફેરફાર આવી ગયો છે. આ પ્લેટફોર્મ્સની સંખ્યા અને મહત્ત્વાકાંક્ષાઓ વધતી જવા સાથે તેને અગાઉ ઓળખાવાતું હતું તે ‘India Stack’ નામ બદલીને નવું ‘ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર – DPI’ નામકરણ કરવામાં આવ્યું છે. ગત વર્ષે ઈન્ડોનેશિયામાં G20 શિખર પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,‘ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના લાભ માનવ જાતના નાનકડા હિસ્સા સુધી જ સીમિત રહેવા ન જોઈએ.’

DPI માં ઓળખ, પેમેન્ટ્સ અને ડેટા મેનેજમેન્ટની ત્રિપુટીનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ્સની શરૂઆત લગભગ ‘આધાર’ નામે ઓળખાયેલી બાયોમેટ્રિક ડિજિટલ આઈડેન્ટિટી સિસ્ટમ સાથે થયો હતો જેનો અમલ 2010થી તત્કાલીન કોંગ્રેસના વડપણ હેઠળની સરકાર દ્વારા શરૂ કરાયો હતો અને વર્તમાનમાં ભારતના લગભગ તમામ 1.4 બિલિયન નાગરિકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. આધારના પગલે ‘યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ-UPI’ આવ્યું જેના પરિણામે ડિજિટલ પેમેન્ટ્સ ટેક્સ્ટ સંદેશા મોકલવા અથવા QR કોડ સ્કેનિંગ કરવા જેવા અતિ સરળ બની ગયા છે. આ પ્લેટફોર્મ 2016માં લોન્ચ કરાયું હતું જે આ વર્ષના માર્ચ મહિના સુધીમાં ભારતમાં તમામ નોન-કેશ રીટેઈલ પેમેન્ટ્સના 73 ટકા જેટલું કામ આપે છે. DPI ત્રિપુટીમાં ત્રીજો સ્તંભ ડેટા મેનેજમેન્ટનો છે. ભારતીયો તેમના 12 આંકડાના આધાર નંબરનો ઉપયોગ કરીને સરકાર દ્વારા પ્રમાણિત કરાયેલા સત્તાવાર ‘ડિજિલોકર’ના ઓનલાઈન ડોક્યુમેન્ટ્સનો પ્રવેશમાર્ગ સાધી શકે છે. તાજેતરમાં અન્ય કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ્સ લોન્ચ કરાયા છે અથવા ટુંક સમયમાં લોન્ચ કરાશે.

કેટલાક એમ માને છે કે આ પ્રભાવ સમયાંતરે ન્યૂ યોર્ક ક્લિઅરિંગ પ્રોસે્સીસ તેમજ સેંકડો બેન્કો ઈન્ટરનેશનલ ટ્રાન્સફર્સ માટે જેના પર આધાર રાખે છે તેવા અતિ ઝડપી કોમ્યુનિકેશન નેટવર્ક્સ સહિત પશ્ચિમ દ્વારા સંચાલિત વૈશ્વિક ફાઈનાન્સિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભારતીય વિકલ્પ બની શકે છે. ગત વર્ષે યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અમેરિકાએ આ સિસ્ટમનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો જેમાં મોટા ભાગની રશિયન બેન્કો પર પ્રતિબંધોએ બ્રાઝિલિઆથી બીજિંગ સુધીની સરકારોને હલબલાવી દીધી હતી. રશિયામાંથી વિઝા અને માસ્ટરકાર્ડ જેવી પાશ્ચાત્ય પેમેન્ટ્સ સિસ્ટમ્સની વિદાયની અસર ઓછી તીવ્ર હતી પરંતુ, ભારે વિધ્વંસક બની હતી. ભવિષ્યની કોઈ કટોકટીના સમયે UPI પર આધારિત ઘરઆંગણાની પેમેન્ટ્સ સિસ્ટમ્સ સંરક્ષક બની શકે છે, અમેરિકન પ્રતિબંધો માટે તેને લક્ષ્ય બનાવવાનું મુશ્કેલ રહેશે. ફેબ્રુઆરીમાં NCPIએ સિંગાપોરની ડિજિટલ પેમેન્ટ્સ સિસ્ટમ્સ PayNow સાથે UPIનું જોડાણ કર્યું હતું. એપ્રિલમાં યુએઈની સિસ્ટમ સાથે પણ આવું જ જોડાણ કરાયું હતું. એક રીતે જોઈએ તો, ભારતીયો હવે દુબઈના સ્ટોર્સ અને ભોજનગૃહો-ઈટરીઝમાં UPIનો સૈદ્ધાંતિકપણે ઉપયોગ કરી શકે છે.

આફ્રિકામાં ટેકનોલોજીનો અભ્યાસ કરતા હાર્વર્ડ એકેડેમિક બુલેલાની જિલી ભારતની ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેકનોલોજીના પ્રશંસક બની રહેલા કેન્યાના અધિકારીને યાદ કરે છે. આમ છતાં, DPI ટેકનોલોજી અવિશ્વસનીય બની શકે છે. ઈન્ટરનેટ કનેકશન્સ ખરાબ હોય અથવા મેન્યુઅલ વર્કર્સ આંગળીઓ પર પેડ પહેરી કામ કરતા હોય તેવા સ્થળોએ આધારનું પરફોર્મન્સ નબળું રહેલું છે. આ સિસ્ટમ સિક્યોરિટીમાં ગાબડાં પડવાની ખામી ધરાવે છે. નિષ્ણાતો કહે છે કે બનાવટી લાયકાતની ઓળખ અથવા છેતરામણી ફિંગરપ્રિન્ટ્સ મારફત પણ સિસ્ટમમાં ઘૂસણખોરી કરવી સહેલી છે. એક એનાલિસ્ટ કહે છે કે ભારતીય ટેકનોલોજીની ઓફરમાં બડાશ વધુ છે.

આવી સમસ્યાઓ ડિજિટલ પાવરના ભારતીય મનસૂબાઓ પર પાણી ફેરવી શકે છે. UPI એપ્લિકેશન્સ વિઝા અને માસ્ટરકાર્ડ જેવી પ્રતિસ્પર્ધક સિસ્ટમ્સ સામે સરસાઈ ધરાવશે કારણકે સરકારે આ સિસ્ટમ્સને કન્ઝ્યુમર્સ અથવા બિઝનેસીસ પાસેથી ચાર્જ ઉઘરાવવાની મનાઈ ફરમાવી છે. આધાર વૈકલ્પિક રાખવાનો ઈરાદો હોવાં છતાં તેના વિના કામ કરવાનું મુશ્કેલ છે. ચીન અથવા યુનાઈટેડ સ્ટેટ્સની સરખામણીએ ત્યાં ભારતની પ્રતિષ્ઠા નોંધપાત્રપણે બહેતર છે. આ ઉપરાંત, થોડીઘણી ખામી હોવાં છતાં, બહુમતી ગરીબ દેશોમાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાતી એનેલોગ સિસ્ટમ્સ કરતાં તેની ડિજિટલ ટેકનોલોજીમાં વ્યાપક સુધારાઓ જોવાં મળે છે. ભારતની ટેકનોલોજિકલ પ્રગતિ તેનો પુરાવો આપે છે. એમ જણાય છે કે ઘણા વિકાસશીલ રાષ્ટ્રો તેનું અનુકરણ કરવા ઈચ્છશે જે તેમના અને ભારત માટે ફાયદાકારક બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter