ડી વાય પાટિલ જૂથ પર દરોડામાં ૩૦ કરોડ રૂપિયા અને ૪૦ કિલો સોના-ચાંદી જપ્ત કરાયા

Friday 05th August 2016 02:13 EDT
 

મુંબઈ: આવકવેરા ખાતાએ ડી. વાય. પાટિલ શૈક્ષણિક જૂથ પર છેલ્લા એક સપ્તાહમાં પાડેલા શ્રેણીબદ્ધ દરોડામાં રૂ. ૩૦ કરોડની બેહિસાબી રોકડ અને ૪૦ કિલો સોના-ચાંદી (બુલિયન) તથા સોનાનું ઝવેરાત જપ્ત કર્યું હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

આવકવેરા ખાતાએ આ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ અને રિયલ એસ્ટેટમાં આ જૂથે કરેલાં મૂડીરોકાણ વિશેના દસ્તાવેજો જપ્ત કર્યાં છે. હાલ આવકવેરા ખાતા દ્વારા આ સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આવકવેરા વિભાગના અધિકારીઓને શંકા છે કે આ શૈક્ષણિક જૂથ દ્વારા તેમની શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કોર્સમાં એડમિશન આપવા માટે કેપિટેશન ફી અથવા ડોનેશન ઉઘરાવવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter