ડો. દેવ અશોક ચોકસી યુએસ હેલ્થ એડવાઈઝરી ગ્રૂપમાં

Wednesday 07th December 2016 06:13 EST
 
 

વોશિંગ્ટનઃ વિદાયમાન યુએસ પ્રમુખ બરાક ઓબામાએ ભારતીય અમેરિકન ડો. દેવ અશોક ચોકસીની હેલ્થ એડવાઈઝરી ગ્રૂપ ઓન પ્રીવેન્શન, હેલ્થ પ્રમોશન એન્ડ ઈન્ટિગ્રેટિવ પબ્લિક હેલ્થમાં નિયુક્તિ કરી છે. તેઓ NYU સ્કૂલ ઓફ મેડિસીનમાં પોપ્યુલેશન હેલ્થ એન્ડ મેડિસીનના ક્લિનિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર છે. પ્રમુખ ઓબામાએ પહેલી ડિસેમ્બરે ૧૪ નિષ્ણાત લોકોની વિવિધ મહત્ત્વપૂર્ણ વહીવટી પોઝિશન્સ પર નિયુક્તિ જાહેર કરી હતી.
ડો. દેવ ચોકસી વનસિટી હેલ્થ ખાતે ચીફ પોપ્યુલેશન હેલ્ત ઓફિસર તેમજ દેશમાં સૌથી મોટી મ્યુનિસિપલ હેલ્થકેર સિસ્ટ્સમાંની એક ન્યુ યોર્ક સિટી હેલ્થ પ્લસ હોસ્પિટલ્સ ખાતે સીનિયર આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ છે. તેઓ બેલેવુ હોસ્પિટલમાં પ્રાઈમરી કેરની પ્રેક્ટિસ કરે છે અને ન્યૂ યોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનમાં પોપ્યુલેશન હેલ્થ એન્ડ મેડિસીનના ક્લિનિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર છે. ડો. ચોકસીએ ૨૦૧૨માં ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ એફેર્સમાં વ્હાઈટ હાઉસ ફેલો તરીકે સલાહકારની સેવા આપી હતી. તેમણે જાહેર, ખાનગી અને નોનપ્રોફિટ સેક્ટર્સમાં પણ સેવા આપી છે. તેઓ આ વર્ષે ફેલો ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ ફીઝિશિયન્સ તરીકે પણ ચૂંટાયા છે.
ડો. ચોકસીએ ડ્યૂક યુનિવર્સિટીમાંથી બેચલર, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ તથા યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાંથી મેડિકલ ડીગ્રી હાંસલ કરી છે. તેમણે ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીન, જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિયેશન, ધ લેન્સેટ, હેલ્થ એફેર્સ એન્ડ સાયન્સમાં મેડિસીન અને જાહેર આરોગ્ય વિશે લેખો લખેલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter