નવી દિલ્હીઃ સિક્કિમમાં આવેલા ડોકલામ મુદ્દે ભારત દ્વારા દાવો કરાયો છે કે આ વિસ્તારમાં ચીનીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. આ હિસ્સો ભારતનો છે જ્યારે ચીનનો દાવો છે કે કથિત વિસ્તાર ચીનની સીમામાં આવે છે. આ વિવાદના કારણે ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવની પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના વિશેષજ્ઞ લોર્ડ મેઘનાદ દેસાઈએ કહ્યું છે કે, હવે આ વિવાદનું સમાધાન દક્ષિણ ચીન સાગરના ઘટનાક્રમો પર આધારિત રહેશે.
લોર્ડ દેસાઈનું અનુમાન છે કે નજીકના સમયમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ભારત અને અમેરિકા એક તરફ હશે અને સામેની તરફ ચીન હશે. દેસાઈ ભારત ચીન વિવાદને બે દેશો વચ્ચેનો વિવાદ નહીં પણ વૈશ્વિક પ્રશ્ન માને છે. તેઓએ જણાવ્યું છે કે, જો પરિસ્થિતિનો શાતિપૂર્ણ રીતે ઉકેલ નહીં આવે તો એક મહિનામાં જ યુદ્ધ થઈ શકે અને તે રોકી શકવું અશક્ય બનશે.