ચેન્નાઇઃ ઉત્તર-પૂર્વનું ચોમાસું હાલમાં દક્ષિણ ભારતના તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડિચેરી અને કર્ણાટકમાં હાહાકાર મચાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી તામિલનાડુમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે મૃત્યુઆંક ૧૦૫ પર પહોંચી ગયો છે. શિયાળુ ચોમાસાએ સૌથી વધુ વિનાશ તામિલનાડુમાં વેર્યો છે. આ સ્થિતિમાં મુખ્ય પ્રધાન જયલલિતાએ ૧૫મી નવેમ્બરે કેબિનેટની બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તામિલનાડુનો મોટો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. જેના પગલે સત્તાવાળાઓને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી હતી.