આ તસવીર તિબેટની રાજધાનીથી આશરે 100 કિમીના અંતરે આવેલા યમદ્રોક સરોવરની છે. આ તિબેટના પવિત્ર સરોવરોમાંનું એક છે. શિયાળો શરૂ થતાં અહીંની સુંદરતા અનેકગણી વધી જાય છે. સૂરજના કિરણો પડવાની સાથે દિવસના જુદા જુદા સમયે અહીં પાણીનો રંગ બદલાતો રહે છે. તિબેટના પોટાલા પેલેસ અને માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ જનારા લોકો માટે આ મહત્ત્વનું સ્થળ છે. આ સરોવરના એક કિનારે નાનકડા દ્વીપ પર સમન્ટિંગ બૌદ્ધ મઠ છે. આ સુંદર નજારો જોવા ઠંડીમાં હજારો સહેલાણીઓ આવે છે.