સન ૧૯૫૯માં આજના દલાઈ લામાએ યુવાનીમાં તિબેટની આઝાદીની ચળવળ ચલાવ્યા પછી ચીની સૈનિકોની નજરમાંથી છટકીને ભારતમાં આશરો લેવાની ફરજ પડી હતી. એ સમયે તેમને ભારતીય સૈનિકનો ગણવેશ પહેરાવીને પોતાની સાથે હિમાલયના શીખરો વચ્ચેથી ૧૩ દિવસની કઠિન પદયાત્રા કરાવીને ભારત લઈ આવનાર સૈનિકોમાંના એક નરેનચંદ્ર દાસનું ૩૧ ડિસેમ્બરે ૮૫ વર્ષની ઉંમરે આસામના નિવાસસ્થાને અવસાન થયું છે. દલાઈ લામાને હેમખેમ ભારત પહોંચાડનાર નરેનચંદ્રની ઉંમર તે સમયે માત્ર ૨૨ વર્ષની હતી અને આસામ રાઈફલ્સમાં તાલીમ લઈને નવાસવા ભારતીય સેનામાં ભરતી થયા હતા.