દિલ્હી હરિયાણામાં ભારે વરસાદઃ હજારો લોકો ૨૩ કલાક માટે ફસાયા

Saturday 30th July 2016 07:06 EDT
 
 

ગુડગાંવ: દિલ્હી, નેશનલ કેપિટલ રિજિયનમાં તેમજ હરિયાણાનાં ગુડગાંવમાં ૨૮મી જુલાઈએ સાંજે ત્રણ કલાક ભારે વરસાદ પડવાથી રસ્તા પર ૪-૪ ફૂટ પાણી ભરાયાં હતાં. જેના કારણે દિલ્હી- ગુડગાંવ હાઈવે પર તેમજ સોહના રોડ પર ૨૩ કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો.

રસ્તાઓ પર વાહનોની ૨૦ કિ.મી. લાંબી લાઈનો લાગી હતી. ૨૯મી જુલાઈએ સવારે ફરી વરસાદ શરૂ થતાં લોકો ફરી હાલાકીમાં અટવાયાં હતાં. કેટલાક વાહનો પાંચ કલાકમાં માત્ર પાંચસો મીટર જ આગળ વધી શક્યા. ગુડગાંવ, સોનીપત, નોઈડા, ગાઝિયાબાદ, દિલ્હી નેશનલ કેપિટલ રિજિયનમાં ઠેરઠેર રસ્તા પર પાણી ભરાયાં હતાં. શહેરોના અંદરના રસ્તા પર પણ ટ્રાફિક જામ થયો હતો. એક જ વરસાદે સત્તાવાળાઓની પોલ ખોલી હતી. જામમાં ફસાયેલા લોકોને પાણીની એક બોટલ ૨૦૦ રૂપિયામાં અને એક રોટલી રૂ. પ૦ રૂપિયામાં ખરીદવાનો વારો આવ્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter