દીપિકા પદુકોણ નાણા માટે દાઉદને મળી હતી!

Tuesday 07th July 2015 14:37 EDT
 

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ અન્ડવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ગુપ્ત રીતે મળી હતી. આ મુલાકાતમાં દીપિકાએ દાઉદને હોલિવૂડ ફિલ્મમાં નાણા રોકવા જણાવ્યું હતું. ફિલ્મમાં દીપિકા અભિનેતા ટોમ ક્રુઝની વિરુદ્ધ ભૂમિકા ભજવશે. બાંગ્લાદેશના સાપ્તાહિક અખબાર ‘વીકલી બ્લિટ્સ ડોટ નેટ’એ આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. અખબારના જણાવ્યાનુસાર દાઉદનો મિત્ર અઝીઝ મોહમ્મદ પણ બેઠકમાં હાજર હતો.

શિરડીમાં મંદિરને ત્રણ વર્ષમાં રૂ. ૨૩ કરોડનું દાનઃ મહારાષ્ટ્રના જાણીતા શિરડી સાંઈબાબા સંસ્થાનમ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેન્દ્ર જાધવના જણાવ્યા પ્રમાણે પાછલા ત્રણ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩થી ૨૦૧૪-૧૫ સુધીમાં ટ્રસ્ટને રોકડ અથવા ઓનલાઇન દાનના સ્વરૂપે રૂ. ૨૨ કરોડ ૮૪ લાખ મળ્યા છે. વિભિન્ન દેશોનાં ભક્તોએ કુલ રૂ. ૧૭, ૮૭, ૫૩, ૪૬૫ કેશ બોક્સમાં દાનમાં આપ્યા છે જ્યારે રૂ. ૪, ૯૬, ૯૩, ૧૦૯ ઓનલાઇન દાન પેટે આપ્યા છે.

સરકાર નાણાવટી પંચના તારણો જાહેર કરે: ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ના કોમી રમખાણો અંગે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફીની માગણી કરી છે, ત્યારે યુનાઇટેડ નેશન (યુએન)ના વરિષ્ઠ અધિકારીના અહેવાલમાં નાણાવટી પંચના સંપૂર્ણ તારણો જાહેર કરવાની સરકાર સમક્ષ માગણી થઇ છે. આ રમખાણ બાદ રચાયેલા પંચે તેની તપાસ પૂરી કરીને નવેમ્બર ૨૦૧૪માં ગુજરાતના મુખ્યપ્રધાનને તેનો અંતિમ અહેવાલ આપ્યો હતો. યુએનના અધિકારી ક્રિસ્ટોફ હેન્સે જણાવ્યું હતું કે, ‘નાણાવટી અહેવાલને જાહેર કરાયો નથી અને અહેવાલની વિગત કોઇ જાણતું નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter