ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અદાણી માત્ર ડેવલપર

Friday 28th June 2024 06:22 EDT
 
 

મુંબઇઃ એશિયાની સૌથી મોટી ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનામાં અદાણી ગ્રૂપને ભૂમિનું હસ્તાંતરણ સામેલ રહેશે નહીં. સુત્રોએ આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું છે કે આ પ્રોજેક્ટમાં ભૂમિનું હસ્તાંતરણ મહારાષ્ટ્ર સરકારના વિભાગોને કરાશે. અદાણી ગ્રૂપ માત્ર પ્રોજેક્ટ ડેવલપર તરીકે મકાન બનાવીને જે તે વિભાગોને સોંપી દેશે. બાદમાં આ મકાનની ફાળવણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને કરાશે. અદાણી ગ્રૂપે ઓપન ઇન્ટરનેશનલ બીડમાં ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ મેળવ્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે આ મામલામાં જમીન પર કબજો જમાવવાનો આક્ષેપ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter