નાઈજિરિયાના અપહૃત બે ભારતીયોને મુક્ત કરાયા

Wednesday 20th July 2016 08:34 EDT
 

બેન્યુએઃ નાઇજિરિયાના બેન્યુએ રાજ્યમાં ગત મહિને જેમનું અપહરણ કરાયું હતું એ બે અપહૃત ભારતીયોને મુક્ત કરી દેવાયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું હતું, ‘નાઈજિરિયાના બેન્યુએ રાજ્યમાં માકુર્ડીની નજીક બોરો નામના સ્થળેથી ૨૯ જૂને એમ શ્રીનિવાસ અને કૌશલ આશીષ શર્માને શનિવારે મુક્ત કરી દેવામાં આવ્યા હતા.’




to the free, weekly Gujarat Samachar email newsletter