પાણીપતઃ હરિયાણાના પાણીપતમાં આસારામના પુત્ર નારાયણ સાઈ સામેના બળાત્કાર કેસના એક વધુ સાક્ષી પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
આસારામ અને તેના પુત્ર નારાયણ સાઇ કેસમાં સાક્ષીઓ પર થયેલો હુમલાનો આ છઠ્ઠો કેસ છે. અગાઉ પાંચ જણા પર હુમલો થયો હતો જેમાં એકનું મૃત્યુ થયું હતું. એક સાક્ષી મહેન્દ્ર ચાવલા પર પાણીપતના સુનૈલી ગામમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ‘કેટલાક અજાણ્યા ઇસમોએ મહેન્દ્ર પર ગોળી છોડી હતી. તેને દવાખાને ખસેડવામાં આવ્યો હતો. હવે તેમની તબિયત સારી છે’, એમ રોહતક રેન્જના આઇજી શ્રીકાન્ત જાધવે કહ્યું હતું. આ હુમલાના સંદર્ભમાં પોલીસે કેસ દાખલ કર્યો હતો. મહેન્દ્ર પર જોખમ હોવાના કારણે તેમને એક સુરક્ષા ગાર્ડ પણ પૂરો પાડવામાં આવ્યો હતો.