બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર પર પટણા જિલ્લાના તેમના વતન બખત્યચાર ખાતે આયોજિત સમારંભમાં એક શખ્સે બૂટ ફેંક્યો હતો. ઘટના પછી તે શખ્સની ધરપકડ કરાઈ હતી. મુખ્યપ્રધાન સામે બૂટ ઝીંકનારાને પી. કે. રાય તરીકે ઓળખી કઢાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, બૂટ મંચ નજીક જઈને પટકાયું હતું અને તેને ઝીંકનારની ધરપકડ કરવામાં આવી હતી. આરંભિક પૂછપરછમાં ધ્યાને આવ્યું હતું કે તે સમસ્તીપુરનો વતની છે અને તેની ફરિયાદનું નિરાકરણ ના થતાં આક્રોશમાં આવીને આ કૃત્ય કર્યું હતું.