પરાક્રમનો મહાકુંભઃ એશિયાનો સૌથી મોટો એર-શો

Wednesday 12th February 2025 05:05 EST
 
 

બેંગલૂરુના યેલહંકા એરપોર્ટ સ્ટેશને સોમવારથી એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયા-2025નો પ્રારંભ થયો છે. એર-શોમાં 90 દેશના જેટ અને 30 દેશના રક્ષામંત્રી જોડાયા હતા. રશિયાએ પણ પ્રથમ વખત ફિફ્થ જનરેશન ફાઇટર જેટ એસયુ-57 સાથે ભાગ લીધો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એરો ઇન્ડિયા-2025ની તુલના મહાકુંભ સાથે કરતાં કહ્યું હતું કે ભારતમાં અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે. એરો-ઇન્ડિયાના રૂપમાં ભારતમાં વધુ એક મહાકુંભ શરૂ થયો છે. એક તરફ પ્રયાગરાજમાં મહાકુંભ આંતરિક મજબૂતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો એરો-ઇન્ડિયાનો આ મહાકુંભ ભારતની શક્તિ દર્શાવે છે. આ પરાક્રમનો મહાકુંભ છે. ઉલ્લેખનીય છે કે રશિયન કંપની રોસોબોરોન એક્સપોર્ટે ભારતને એસયુ-57 આપવાની ઓફર કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter