પાકિસ્તાને ૨૪મી ઓક્ટોબરે સાંબ જિલ્લામાં ૧૪ ભારતીય ચોકીઓને નિશાન બનાવીને આખી રાત ગોળીબાર કર્યો હતો. તેમાં ત્રણ ચોકીઓ હીરાનગરનો પણ સમાવેશ થાય છે. ગોળીબારમાં કૈલાશોદેવી અને પ્રીતમચંદ ઘાયલ થયા હતા. તંત્રએ સરહદીય વિસ્તારોમાં રહેતા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. બે-ત્રણ દિવસથી થઈ રહેલા તોપમારામાં એકનું મોત થઈ ગયું છે, જ્યારે છ લોકોને ઈજા પહોંચી છે.