અમદાવાદ: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવ્યું હોય તેવા કરદાતાઓ પણ રિટર્ન ફાઇલ કરી શકશે. તાજેતરમાં સીબીડીટીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જે કોઇ કરદાતા કે એનઆરઆઇએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ના કર્યું હોય તેવા કરદાતાઓ પોતાના રિટર્ન ફાઇલ કરી શકશે.
જે વિદેશવાસી ભારતીયો / એનઆરઆઇ પાન કાર્ડ ધરાવે છે પરંતુ તેમની પાસે આધાર કાર્ડ નથી તેવા કરદાતાઓને રાહત આપતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન ડાયરેકટ ટેક્સિસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે, તેમના પાન કાર્ડ સાથે આધાર નહીં હોય તેવા કરદાતા રિટર્ન ફાઇલ કરી શકશે. ઘણા કરદાતા અનેક કારણોસર આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકયા નથી. જેના કારણે પાન કાર્ડ ઇન એક્ટિવ બતાવે છે. જેથી કરદાતા રિટર્ન ફાઇલ કરી શકશે નહીં, પરંતુ સીબીટીડીએ જણાવ્યું હતું કે, કરદાતા રિટર્ન ફાઇલ, પોતાના કમ્પલાઇન્સ કરી શકશે, લોસ કેરી ફોરવર્ડ કરી શકશે. જે કોઇ કરદાતાના પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તેઓ પણ રિટર્ન ફાઇલ કરી શકશે.
પાન ઈન એક્ટિવ નહીં, ઇન ઓપરેટિવ થયા છે
સીબીડીટીએ સ્પષ્ટતા કરી હતી કે, પાન કાર્ડ ઇન એક્ટિવ નહીં પરંતુ ઇન ઓપરેટિવ થયા છે એટલે કે પાન કાર્ડ વેલિડ છે. જેથી કરદાતાઓ અને એનઆરઆઇ પોતાના રિટર્ન ફાઇલ કરી શકે છે. એનઆરઆઇએ વિદેશમાં કરેલી આવક અને મિલકતની જાણકારી રિટર્નમાં કરવાની રહેશે.