‘મિસાઈલમેન’ તરીકે જાણીતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું સોમવારે સાંજે ઉત્તર-પૂર્વીય શહેર શિલોંગમાં નિધન થયું છે. તેઓ શહેરમાં IIM ખાતે લેક્ચર આપતી વખતે ઢળી પડ્યા હતા. તેમને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેઓ વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ હતા.