નવી દિલ્હીઃ ફોર્બ્સ ઈન્ડિયાએ વર્ષ 2025ની 30 અંડર 30ની યાદી જાહેર કરી છે. જેમાં 30 પ્રતિભાશાળી ભારતીય યુવાનોને સ્થાન આપ્યું છે. આ વિજેતાઓની 19 કેટેગરીમાં પસંદગી કરાઈ છે. આ વર્ષે નવી કેટેગરી એઆઈ પણ ઉમેરાઈ છે. જેમાં 11 મહિલા પણ છે. 30 વર્ષથી ઓછી વયના આ ઉદ્યોગસાહસિકો સપના જોવાની તાકાત ધરાવે છે અને ભાવિ પેઢીઓને સંદેશો આપે છે કે ભવિષ્ય તે લોકોનું છે જે શક્યતાઓની તાકાતમાં વિશ્વાસ રાખે છે. તેમાં ટેક્નોલોજી, સંગીત, ફિલ્મ ઉદ્યોગ, ફાઈનાન્સ અને કન્ટેન્ટ ક્રિએશન ક્ષેત્રે કાર્યરત યુવાનોનો પણ સમાવેશ થાય છે.
• અભિનવ પ્રયાસઃ અભિનવ વરિષ્ઠની વીવોઈસ લેબ કચરા નિકાલ પર ફોકસ કરે છે. ડોર-ટૂ-ડોર કચરો ઉઠાવવા આઇઓટી આધારિત એપ છે. કંપનીની વેલ્યુ 220 કરોડ રૂપિયા છે.
• મોટું ફોકસઃ દેવિકાની ડિજિટલ પેથોલોજી સ્કેનર્સ બાયોપ્સી અથવા અન્ય સ્ત્રોતોમાંથી સ્લાઈડ્સ સ્કેન કરી શકે છે તથા કેન્સરનું નિદાન કરવામાં સક્ષમ છે.
• પરફેક્ટ ડીલઃ વર્ષ 2008ની મંદીમાં અનંત મોહતાનો પરિવાર લગભગ શૂન્ય પર આવી ગયો હતો ત્યારે તેઓ 12 વર્ષના હતા. હવે બેન કેપિટલમાં સૌથી યુવા વાઈસ પ્રેસિડેન્ટ છે.
• ટેલરિંગ ફ્યુચરઃ નૈન્સી ત્યાગી ડ્રેસ ડિઝાઈનર છે. તેમને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કોસ્યુમ ડિઝાઈનિંગની ઓફર મળી. હવે દિગ્ગજ ફેશન બ્રાન્ડ સાથે સંકળાયેલા છે.
• રિયલ સ્પેસઃ અનિરુદ્ધ શર્માની દિગંતારાએ સેટેલાઈટનું એવું ગ્રૂપ બનાવ્યું જે નાનામાં નાની વસ્તુને પણ શોધી કાઢે છે. સાચા દુશ્મન પર નજર રાખે છે.