મુંબઇઃ સ્વાતંત્ર્ય પૂર્વેથી દેશના વિકાસમાં આગવું યોગદાન આપી રહેલા ટોચના કોર્પોરેટ હાઉસ બજાજ ગ્રૂપે તેના હાઉસિંગ ફાઈનાન્સ યુનિટના પબ્લિક ઇસ્યુ થકી ઇતિહાસ રચ્યો છે. કંપની રૂ. 6560 કરોડનો ઇસ્યુ લાવી હતી, જે 63.60 ગણો ભરાયો હતો. રૂ. 70ના ભાવે ઓફર થયેલા શેરનું સોમવારે
રૂ. 150ના ભાવે લિસ્ટીંગ થયું હતું.
ઉલ્લેખનીય છે કે બજાજ ગ્રૂપના સ્થાપક જમનાલાલ બજાજનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામે સક્રિય યોગદાન આપ્યું હતું. ગાંધીજીએ 1930માં દાંડીકૂચ વખતે અમદાવાદનો સાબરમતી આશ્રમ છોડ્યા બાદ 1936માં વર્ધા ખાતે આશ્રમ સ્થાપ્યો હતો, જે માટેની 300 એકર જમીન જમનાલાલ બજાજે ભેટ આપી હતી.