છ મહિનાના વિરામ બાદ બદરીનાથ ધામનાં દ્વાર રવિવારે ખુલ્લાં મૂકાયાં હતાં. આ સાથે જ ચારધામ યાત્રા શરૂ થઈ હતી. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન હરીશ રાવત અને સ્પીકર ગોવિંદસિંહ તેમ જ અન્ય અધિકારીઓની હાજરીમાં ૨૬ એપ્રિલે વહેલી સવારે સવા પાંચ કલાકે બદરીનાથ ધામના દરવાજા ખોલાયા હતા. આ ઘડીએ હજારો શ્રદ્ધાળુ હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ગંગોત્રી અને યમુનોત્રી ધામનાં દ્વાર અખાત્રીજે જ ખુલ્લાં મૂકાયા હતાં.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ‘કિસાન પદયાત્રા’ શરૂ કરશે. યાત્રાનો મુસદ્દો લગભગ તૈયાર છે. સંસદ સત્ર પૂરું થાય તે પહેલાં તેની ઔપચારિક જાહેરાત થઇ શકે છે. તેઓ દરરોજ ૧૫થી ૧૮ કિલોમીટરની સફર પૂરી કરશે. પદયાત્રા અંગે પક્ષના મોટા નેતાઓએ હાલમાં મૌન ધારણ કર્યું છે.
રાજ્યસભામાં વિપક્ષે સોમવારે નવા જમીન સંપાદન બિલ મુદ્દે સરકારને એકલી અટૂલી રાખી હતી. એવા વિવાદાસ્પદ મુદ્દા ઊઠાવ્યા હતા કે સરકારને જવાબ આપતા પરસેવો છૂટી ગયો હતો. તેણે સ્પષ્ટ કર્યું હતું કે જમીન સંપાદન બાદ ૫૦ ટકા વિક્સિત જમીન ખેડૂતોને પાછી આપવી શક્ય નથી. કોંગ્રેસ, ટીએમસી, સપા સહિતના પક્ષોએ પર હુમલા કર્યા હતા.