અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીએ ભવ્ય આકાર લઈ લીધો છે. રવિવારે ભોલેનાથની પ્રથમ તસવીર શ્રદ્ધાળુઓ સામે આવી છે. બરફના શિવલિંગનું કદ 8 ફૂટ ઊંચું છે. 29 જૂનથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા 52 દિવસ અને 19 ઓગસ્ટે રક્ષાબંધન પર્વે પૂર્ણાહૂતિ થશે. અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં 2.38 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.