બારગર્લને અડો તો છ મહિનાની જેલ

Thursday 31st March 2016 03:20 EDT
 
 

મંબઈઃ ડાન્સબારમાં દારૂ પીવા માટે બંધી નાખવા અને બારગર્લ ઉપર રૂપિયા ન ઉડાવવાની જોગવાઈ રાજ્ય સરકાર પોતાના નવા પ્રસ્તાવિત વિધેયકમાં કરવાની છે. બારબાળા સહિત કર્મચારીઓને ડાન્સબારમાં પ્રવેશ કરતી વખતે બાયોમેટ્રિક હાજરી સુદ્ધાં લગાવવાની રહેશે. ડાન્સબાર ચાલુ કરવો હોય તો તે માટે નવી નિયમાવલી તૈયાર કરાઈ છે. જો કોઈ બારબાળાને સ્પર્શ કરશે અથવા તો તેની ઉપર રૂપિયા ઉડાડશે તો તે વ્યક્તિને છ મહિનાની જેલ અને રૂ. ૫૦ હજારના દંડની જોગવાઈ કરાઈ છે. આ ગુનો બિનજામીનપાત્ર હોવાથી કાયદાનું ઉલ્લંઘન કરનારા ડાન્સબાર માલિકોને ત્રણ વર્ષની સજા થઈ શકે છે.

બારની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાડવા આવશ્યક હશે. ધાર્મિક સ્થળોથી એક કિલોમીટરના પરિસરમાં ડાન્સબાર રાખી શકાશે નહીં. બારબાળાને નિવૃત્તિ વેતન, ભવિષ્ય નિર્વાહ નિધિ, વેતન અને અન્ય ભથ્થાઓનો સમાવેશ રહેલા પગારપત્રનો કરાર બારમાલિકોએ કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter