બુલંદશહર હાઈવે પર માતા-પુત્રી પર બળાત્કાર

Wednesday 03rd August 2016 07:42 EDT
 

યુપીમાં ૨૭મી જુલાઈની રાતે નેશનલ હાઈવે ૯૧ ખાતે બુલંદશહર બાયપાસ નજીક કુખ્યાત ગુંડાઓની ગેંગ દ્વારા રસ્તામાં લોખંડનો વજનદાર સળિયો મૂકીને નોઈડાના એક પરિવારની કાર રોકવામાં આવી હતી. ગુંડાઓએ પહેલાં પરિવારને લૂંટી લીધો અને પછી કાર ખેતરમાં લઈ જઈને માતા તેમજ પુત્રી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. યુપી પોલીસ દ્વારા આ કેસમાં ૧૫ શકમંદોને પકડવામાં આવ્યા છે. ઘટનાનો ભોગ બનેલી પીડિતા દ્વારા ૩ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે જેમનાં નામ બબલુ, નરેશ અને રઈસ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter