અમદાવાદ: ભારતીય શેરબજારમાં 30 ડિસેમ્બરે થયેલા બે બમ્પર લિસ્ટિંગ્સમાં રોકાણકારોને રૂ. 6000 કરોડનો જેકપોટ હાથ લાગ્યો હતો. જેમાં રિટેલ રોકાણકારોને ભાગે રૂ. 1843 કરોડની રકમ આવી હતી. તાતા ટેક્નોલોજીસ અને ગાંધાર ઓઈલ્સના અપેક્ષાથી ઊંચા લિસ્ટિંગને કારણે લાંબા સમયગાળા પછી રોકાણકારોને માત્ર સપ્તાહમાં આટલું ઊંચું વળતર મળ્યું હતું. ટાટા ટેક્નોલોજિસનો શેર તેના રૂ. 500ના ઓફરભાવ સામે 140 ટકા પ્રીમિયમ સાથે રૂ. 1200 પર લિસ્ટ થઈ રૂ. 1400ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે ગાંધાર ઓઈલનો શેર રૂ. 169ના ઓફર ભાવ સામે 70 ટકા પ્રીમિયમમાં રૂ. 298 પર લિસ્ટ થયાં પછી રૂ. 344.05ની ટોચ પર ટ્રેડ થયો હતો. બંને કંપનીઓએ કુલ મળીને રૂ. 3542 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. જોકે, તેની સામે રોકાણકારોને રૂ. 5995.13 કરોડ મળ્યાં છે. કંપની મુજબ જોઈએ તો, તાતા ટેક્નોલોજિસમાં રિટેલ રોકાણકારોએ રૂ. 1661.2 કરોડ જ્યારે ગલ્ફ ઓઈલમાં રૂ. 181.5 કરોડ મેળવ્યાં હતાં.