બેંક ઓફ બરોડા દ્વારા હવે હિન્દીમાં વોટસએપ બેંકિંગ સેવા

Saturday 02nd April 2022 17:34 EDT
 
 

અમદાવાદઃ ભારતની અગ્રણી બેન્ક ઓફ બરોડાએ બેકિંગ સેવાઓને વધુ સરળ અને સુલભ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં હિન્દી ભાષામાં વોટસએપ બેકિંગ સેવા શરૂ કરી છે.
આ અનોખી સેવા સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. ગ્રાહકો હવે હિન્દીમાં વોટસએપ કરીને ઘરેબેઠાં સરળતાથી અનેકવિધ બેકિંગ સુવિધાઓનો લાભ મેળવી શકશે.
આ સેવાનો લાભ મેળવવા માટે ગ્રાહકે બેંકમાં રજિસ્ટર્ડ કરાવેલા મોબાઈલ નંબર પરથી 84338 88777 ‘Hi’ મેસેજ મોકલવાનો રહેશે. આ પછી ગ્રાહકને હિન્દીમાં વોટસએપ બેકિંગ સેવા પસંદ કરવાનો વિકલ્પ મળશે.
ગ્રાહક હિન્દી ભાષામાં વોટસએપ બેકિંગ હેઠળ આપવામાં આવતી વિવિધ સુવિધાઓનો 24x7 લાભ થઈ શકશે. બેન્કના જણાવ્યા પ્રમાણે આ સેવામાં જોડાયા પછી ગ્રાહકને બેકિંગ સેવાઓ માટે બીજી કોઇ મોબાઇલ એપની જરૂર પડશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter