બોર્ડિંગની ના પાડનાર એરલાઈન્સે રૂ. ૨૦ હજાર સુધીનો દંડ ચૂકવવો પડશે

Wednesday 20th July 2016 08:29 EDT
 

નવી દિલ્હીઃ ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએની નવી ગાઇડલાઇન્સ મુજબ પહેલી ઓગસ્ટથી ફ્લાઇટ રદ થાય કે બે કલાકથી વધુ મોડી પડે તો એરલાઇને પેસેન્જરને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું તથા પેસેન્જરને બોર્ડિંગનો ઈનકાર કરવા બદલ ૨૦,૦૦૦ રૂપિયા સુધીનું વળતર ચૂકવવું પડશે. અત્યાર સુધી એરલાઇન્સ ફ્લાઇટ રદ થવાના કે બોર્ડિંગના ઇનકારના સંજોગોમાં માત્ર ૪,૦૦૦ રૂપિયા સુધીનું વળતર ચૂકવતી હતી. ફ્લાઇટ બે કલાકથી વધુ મોડી પડે તો ૧૦,૦૦૦ રૂપિયા અથવા વન-વે બેઝિક ફેર પ્લસ ફ્યુઅલ ચાર્જમાંથી જે ઓછું હોય તે ચૂકવવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter