ભાઈનો મૃતદેહ મેળવવા સદાનંદ ગોવડેનું ચેકથી પેમેન્ટ

Thursday 24th November 2016 05:39 EST
 
 

મેંગલોરઃ કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગોવડાને નોટબંધી પછી દેશવાસીઓ કેવા પડકારોનો સામનો કરી રહ્યા છે તેનો જાત અનુભવ થયો છે. ૨૩મી નવેમ્બરે કેન્દ્રીય પ્રધાનના ૫૪ વર્ષના ભાઈ ભાસ્કર ગોવડેનું મેંગલોરની કસ્તુરબા મનીપાલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હોસ્પિટલે જૂની ચલણી નોટમાં પેમેન્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પીળિયો થઈ જતાં તેમને ૧૦ દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગોવડાના ભત્રીજાઓએ રૂપિયા ૪૦ હજારનાં બિલની ચૂકવણી માટે ૮ નવેમ્બરના રોજ રદ થયેલી રૂપિયા ૫૦૦ અને ૧,૦૦૦ની જૂની નોટ આપતાં હોસ્પિટલના સ્ટાફે કહ્યું કે ખાનગી હોસ્પિટલ તે ચલણ ના સ્વીકારી શકે.

સદાનંદ ગોવડા પોતે આ સમસ્યાથી મૂંઝાયા પછી હોસ્પિટલ પાસેથી લેખિત માગ્યું કે તેઓ જૂની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને પછી બેન્કચેકથી ચુકવણી કરી. પ્રોગ્રામ ઇપ્લિમેન્ટેશન પ્રધાન સદાનંદ ગોવડેએ જણાવ્યું હતું કે, વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં જૂનાં ચલણમાં ચૂકવણી કરી શકતી હોવી જોઇએ અને આવું ના હોવાથી દર્દીઓ ભારે મુશ્ક્લી અનુભવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter