• વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રેલિયામાં પણ અમેરિકાની જેમ રોકસ્ટાર જેવું ભવ્ય સ્વાગત કરાશે. મોદી મંગળવારે બર્મા, ઓસ્ટ્રેલિયા અને ફિજીના ૧૦ દિવસના પ્રવાસે ગયા છે.
• કાશ્મીરમાં કોંગ્રેસના નેતા રાજવી કર્ણસિંહના પૂત્ર અજાતશત્રુસિંહ ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું હતું કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ પક્ષના બહુમતી પ્રાપ્ત કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તેઓ મહેનત કરશે.
• દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૪૩થી ૪૮ બેઠક સાથે બહુમતી મળશે. ભાજપે આ ખાનગી સર્વે ૩૦ ઓક્ટોબરથી ૧ નવેમ્બર દરમિયાન કરાવ્યો હતો. આ સર્વેમાં બીજી ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે દિલ્હીમાં હવે કેજરીવાલની હાલત નાજુક છે. આ વખતે કેજરીવાલની આમ આદમી પાર્ટીને માત્ર ૧૫થી ૧૯ બેઠક જ મળવાનો અંદાજ છે. જ્યારે કોંગ્રેસને ૭થી ૧૧ બેઠક મળશે એવું સર્વેક્ષણમાં બહાર આવ્યું છે.
• ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર કેન્દ્રીય કેબિનેટમાં સંરક્ષણ પ્રધાન બનતા તેમના સ્થાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા લક્ષ્મીકાન્ત પાર્સેકરે નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.