જિનીવા: યુક્રેન યુદ્ધે આખા વિશ્વની જીડીપી પર માઠી અસર કરી હોવા છતાં ભારત આખા વિશ્વમાં ઝડપથી વિકાસ પામતી મોટી ઈકોનોમી તરીકે ઊભરી આવ્યું છે. 2022માં અનેક પ્રતિકૂળતા વચ્ચે ભારતનો જીડીપી ગ્રોથ 6.4 ટકા રહેશે તેવો અંદાજ યુનાઇટેડ નેશન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
ભારતમાં ફુગાવાજન્ય દબાણો વધી રહ્યા છે. લેબર માર્કેટની સ્થિતિ ડામાડોળ છે જેને કારણે ખાનગી વપરાશ અને રોકાણો પર માઠી અસર થઈ છે આમ છતાં ભારત 6.4 ટકાના દરે ગ્રોથ હાંસલ કરી શકશે તેમ યુએનના રિપોર્ટમાં જણાવાયું છે. ભારતનો ગ્રોથ રેટ 2021માં 8.8 ટકા હતો જે 2022માં ઘટીને 6.4 ટકા રહેવાની ધારણા છે. જ્યારે 2023માં તે 6 ટકાના દરે વિકાસ હાંસલ કરશે. નજીકના ભવિષ્યમાં એટલે કે એક-બે વર્ષ સુધી ભારતની ઈકોનોમીમાં મજબૂત રિકવરી જોવા મળશે.