કેટલાક સમય પહેલાં ગોએંકા એવોર્ડ સેરેમનીમાં અસહિષ્ણુતા સંબંધે ટિપ્પણી કરતાં બોલિવૂડ સ્ટાર આમિર ખાને કહ્યું હતું કે, મારી પત્ની કિરણ રાવ માને છે કે ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે અને દેશ છોડીને બીજે ક્યાંક રહેવા જતું રહેવું જોઈએ એ નિવેદન અંગે આમિરે ૬ઠ્ઠી માર્ચે કહ્યું હતું કે, મારા અસહિષ્ણુતા અંગેના નિવેદનને ખોટી રીતે પ્રસ્તુત કરાયું હતું. ભારત સહિષ્ણુ દેશ છે, પણ કેટલાક લોકો દેશમાં ઘૃણા ફેલાવીને દેશને બદનામ કરે છે. આવી ઘૃણા ફેલાવનારાઓ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રોક લગાવવી જોઈએ.
અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેને દૂર કરવા બાબતે આમિરે કહ્યું હતું કે, ભારત મારી માતા છે અને આજની તારીખે પણ હું ભારતનો બ્રાન્ડ એમ્બેસેડર છું. ભલે સરકારે મને અતુલ્ય ભારતના પ્રોજેક્ટમાંથી હટાવી દીધો હોય.