નવી દિલ્હીઃ ભારતમાં ક્લાઉડ આર્કિટેક્ટર અથવા સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવી અત્યાધુનિક ડિજિટલ સ્કિલ્સનો ઉપયોગ કરનારા વર્કર્સ દેશની ઘરેલુ વાર્ષિક પેદાશ (GDP)માં અંદાજે 507.9 બિલિયન ડોલરનું યોગદાન આપતા હોવાનું ગેલપ દ્વારા કરાયેલા એમેઝોન વેબ સર્વિસિસ (AWS)ના 22 ફેબ્રુઆરીના રિપોર્ટમાં કહેવાયું છે. જે લોકો સરખું શિક્ષણ હોવાં છતાં, કામ પર ડિજિટલ સ્કિલ્સનો ઉપયોગ કરતા નથી તેની સરખામણીએ ટેક વર્કર્સ 92 ટકા ઊંચા વેતન મેળવે છે તેના કારણે આમ થયું છે.
અત્યાધુનિક ડિજિટલ સ્કિલ્સ ધરાવતા વર્કર્સને નોકરીએ રાખતી સંસ્થાઓની આશરે 80 સંસ્થાએ ઊંચી વાર્ષિક રેવન્યુવૃદ્ધિ નોંધાવી છે પરંતુ, 88 ટકા સંસ્થાઓ ભરતીની સમસ્યાઓનો સામનો કરી રહી હોવાનું એમેઝોન વેબ સર્વિસિસના રિપોર્ટમાં કહેવાયું છે. આ તારણો દર્શાવે છે કે ભારતમાં અત્યાધુનિક ડિજિટલ સ્કિલ્સ ધરાવતા વર્કર્સ તેમની આવકમાં ભારે તેજીનો જ લાભ મળવી રહ્યા નથી. મધ્યમ સ્તરનું કૌશલ્ય ધરાવતા 74 ટકા વર્કર્સ અને બેઝિક ડિજિટલ કૌશલ્ય ધરાવતા 70 ટકા વર્કર્સની સરખામણીએ એડવાન્સ્ડ ડિજિટલ સ્કિલ્સનો ઉપયોગ કરનારા 91 ટકા વર્કર્સને નોકરીમાં સંતોષનું પ્રમાણ વધુ રહે છે.
AWS ઈન્ડિયાના ટ્રેનિંગ અને સર્ટિફિકેશન વડા અમિત મહેતા કહે છે કે,‘દેશના પ્રવર્તમાન ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સપોર્ટ કરવામાં ક્લાઉડ ટેલન્ટની મજબૂત પાઈપલાઈનના નિર્માણથી ભારે આર્થિક લાભ હાંસલ ઝડપી લેવાની ભારત પાસે તક છે. AWSદ્વારા 2017થી ચાર મિલિયનથી વધુ લોકોને બેઝિક, મધ્યમ સ્તરીય અને એડવાન્સ્ડ ક્લાઉડ સ્કિલ્સની તાલીમ આપવામાં આવી છે અને અમારુ કાર્ય અહીં પૂર્ણ થતું નથી.’
રિપોર્ટમાં જણાવાયું છે કે પોતાનો માટો ભાગનો બિઝનેસ ક્લાઉડ પર કરતી 21 ટકા ભારતીય સંસ્થાઓએ તેમની વાર્ષિક આવક બમણી અથવા વધુ થઈ હોવાનું જણાવ્યું છે જ્યારે પોતાનો બિઝનેસમાં થોડા અથવા શૂન્ય પ્રમાણમાં ક્લાઉડનો ઉપયોગ કરનારા માત્ર 9 ટકાએ વાર્ષિક આવક બમણી વધી હોવાનું જણાવ્યું છે. ક્લાઉડ આધારિત સંસ્થાઓ દ્વારા ગત બે વર્ષમાં નવી અથવા સુધારાયેલી પ્રોડક્ટ રજૂ કરાઈ હોવાની શક્યતા 15 પરસન્ટેજ પોઈન્ટ રહી છે.
ભારતમાં ઘણી કંપનીઓ હવે ડિડિટલ ભાવિના પડકારો માટે તૈયારી કરી રહી છે ત્યારે ગેલપના અભ્યાસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), એજ સહિત 10 ઉભરતી ટેકનોલોજીસ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, બ્લોકચેઈન અને ક્રિપ્ટોકરન્સી પર પણ નજર રખાઈ હતી. ભારતમાં આશરે 92 ટકા એમ્પ્લોયર્સે જણાવ્યું છે કે આમાંથી ઓછામાં ઓછી એક ટેકનોલોજી તેમના ભાવિ બિઝનેસ કામકાજમાં સ્ટાન્ડર્ડ હિસ્સો બની રહેશે, જેમાં 78 ટકા સાથે 5Gનો રેન્ક સૌથી ઊંચો છે.
ગેલપના મુખ્ય અર્થશાસ્ત્રી ડો. જોનાથન રોથવેલના જણાવ્યા અનુસાર,‘આ સંશોધન દર્શાવે છે કે ભારતમાં ડિજિટલ સ્કિલ્સ વ્યક્તિગત, સંસ્થાકીય અને મેક્રોઈકોનોમિક લેવલે જોરદાર આર્થિક મૂલ્ય પુરું પાડે છે.’ જોકે, ટેક ટેલન્ટની તંગી વૈશ્વિક સમસ્યા બની રહી છે. NASSCOMના સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલના સીઈઓ કિર્તી શેઠ કહે છે કે,‘ભારતમાં ઊચ્ચ ટેક લોકેશન્સ પર ટેક ટેલન્ટની માગ અને પુરવઠા વચ્ચેની ખાઈ સૌથી ઓછી છે ત્યારે પણ વ્યક્તિઓ અને સંસ્થા-કંપનીઓ ડિજિટલ સ્કિલ્સ ટ્રેનિંગમાં ઈન્વેસ્ટ કરવાનું ચાલુ જ રાખે તે અત્યંત આવશ્યક છે.’