ભારતના ત્રણ બીચ એશિયાના ટોચના ૧૦ બીચમાં સામેલ

Thursday 03rd March 2016 06:52 EST
 
 

ગોવા એશિયામાં પ્રવાસીઓને ફરવા માટે ટોચના ૧૦ બીચમાં ભારતના ત્રણ બીચનો સમાવેશ થાય છે. ટ્રીપ એડવાઇઝર ટ્રાવેલ વેબસાઇટ દ્વારા કરાયેલા સર્વે બાદ ટોચના ૧૦ બીચને ટ્રાવેલર્સ ચોઇસ એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. આ ત્રણ બીચમાં ગોવાના એગોન્ડા, પાલમ તથા આંદમાનના હેવલોક આઇલેન્ડના રાધાનગર બીચનો સમાવેશ થાય છે. ટ્રીપ એડવાઇઝરના ભારતીય મેનેજર નિખિલ ગંજુએ જણાવ્યું હતું કે, ભારતના શાનદાર દરિયાકિનારા, આજુબાજુનું રમણીય વાતાવરણ તથા માટીની ગુણવત્તાને કારણે વિશ્વમાં તેની લોકપ્રિયતા વધી છે. ચોઇસ એવોર્ડ આપવા માટે ટ્રીપ એડવાઇઝર દ્વારા છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા અને તેમની પસંદને આધારે આ સર્વે કરાયો હતો.

ગોવાના એગોન્ડા બીચને તેની સુંદરતા, શાંતિ અને વિશાળ દરિયાકિનારા સહિત પ્રવાસીઓની પસંદગીની દૃષ્ટિએ ૧૦માંથી ચોથો નંબર મળ્યો હતો. અહીં વિશ્વભરમાંથી સહેલાણીઓ તેની રમણીયતાને કારણે આવે છે. સમગ્ર વિશ્વમાં કુલ આવેલા બીચમાંથી ૩૪૩ બીચને એવોર્ડ અપાયો હતો, જેમાં એશિયાનો અલગથી સર્વેમાં સમાવેશ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter