ભારતનાં સૌથી સ્વચ્છ ૧૦ રેલવે સ્ટેશનમાં ગુજરાતનાં સુરત, રાજકોટ અને વડોદરા

Friday 18th March 2016 07:28 EDT
 
 

નવીદિલ્હીઃ દેશનાં સૌથી સ્વચ્છ ટોપ–૧૦ રેલવે સ્ટેશનની યાદીમાં સુરત પ્રથમ, રાજકોટ બીજા અને વડોદરા આઠમા ક્રમે છે. એ કેટેગરીમાં આવતું અમદાવાદ રેલવે સ્ટેશન જોકે ૪૪મા ક્રમે છે. પશ્ચિમ રેલવેમાં અમદાવાદને ૫મો ક્રમ મળે છે. ‘સ્વચ્છ રેલ, સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ આ સર્વે હાથ ધરાયો હતો. ‘એ’ કેટેગરીમાં આ‌વતાં રેલવે સ્ટેશનોમાં ગાંધીધામ દેશમાં બીજા અને પશ્ચિમ રેલવેમાં પ્રથમ ક્રમે છે. જામનગર રેલવે સ્ટેશન આ કેટેગરીમાં ચોથા અને પશ્ચિમ રેલવેમાં બીજા ક્રમે છે. મુઘલસરાઈ અને પુના સૌથી ગંદા રેલવે સ્ટેશનોમાં સામેલ છે. આઈઆરસીટીસીના એક સર્વેનો આ રિપોર્ટ છે. મહારાષ્ટ્રમાં આવેલા સોલાપુર અને મુંબઇ સેન્ટ્રલ બાદ ત્રીજા ક્રમે બિલાસપુર રેલવે સ્ટેશન ૭૫ રેલવે સ્ટેશનોમાં એ-૧ કેટેગરીમાં ત્રીજા સ્થાને છે.

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ૧૭મી માર્ચે સરવેનાં પરિણામો જાહેર કર્યાં હતાં. રેલ બજેટમાં કરાયેલી જાહેરાતને પગલે આઈઆરસીટીસીએ ટીએનએસ ઇન્ડિયા લિમિટેડ પાસે આ સર્વે કરાવ્યો હતો. ૧૬ ઝોનલ રેલવેમાં આ‌વતાં ૪૦૭ રેલવે સ્ટેશનનો સર્વેમાં સમાવેશ કરાયો હતાં. ૧.૩૪ લાખ મુસાફરને સ્વચ્છતાનાં વિવિધ માપદંડને આધારે પ્રશ્નો પૂછીને સર્વે કરાયો હતો. તમામ સ્ટેશનને ૫ લેવલમાં વિભાજિત કરાયાં હતાં. એ-૧ કેટેગરીમાં ૭૫, એ કેટેગરીમાં ૩૩૨ સ્ટેશનનો સમાવેશ થાય છે.

એ-૧ કેટેગરીનાં ૭૫માંથી માત્ર ૩ સ્ટેશન લેવલ-૧ (સૌથી સ્વચ્છ)માં આવે છે જ્યારે ૨૩ સ્ટેશન લેવલ – ૨માં, ૩૦ સ્ટેશન લેવલ - ૩માં, ૧૮ સ્ટેશન લેવલ - ૪માં અને ૧ સ્ટેશન લેવલ- ૫માં આવે છે. એ કેટેગરીનાં ૩૩૨ સ્ટેશનમાંથી ૧૦નો લેવલ-૧માં, ૬૯નો લેવલ - ૨માં, ૧૩૬નો લેવલ - ૩માં, ૯૦નો લેવલ - ૪માં અને ૨૭નો લેવલ - ૫માં સમાવેશ થાય છે.

એ1 કેટેગરીઃ સૌથી સ્વચ્છ સ્ટેશન

  • સુરત (ગુજરાત)
  • રાજકોટ (ગુજરાત)
  •  બિલાસપુર (છત્તિસગઢ)
  • સોલાપુર (મહારાષ્ટ્ર)
  • મુંબઈ સેન્ટ્રલ (મહારાષ્ટ્ર)

એ કેટેગરીઃ સૌથી સ્વચ્છ સ્ટેશન

  • બ્યાસ (પંજાબ)
  • ગાંધીધામ (ગુજરાત)
  • વાસ્કો-ડિ-ગામા (ગોવા)
  • જામનગર (ગુજરાત)
  • કુંબકોમન (તમિલનાડુ)

એ1 કેટેગરીઃ સૌથી ગંદા સ્ટેશન

  • પુણે (મહારાષ્ટ્ર)
  • મુગલસરાય (યુપી)
  • ગુવાહાટી (આસામ)
  • હજરત નિજામુદ્દીન (નવી દિલ્હી)
  • સિયાલદહ (પ. બંગાળ)

એ કેટેગરીઃ સૌથી ગંદા સ્ટેશન

  • મધુબની (બિહાર)
  • બલિયા (યુપી)
  • રાયચુર (કર્ણાટક)
  • શાહગંજ (યુપી)
  • બખ્તિયારપુર જંકશન (બિહાર)

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter