હૈદરાબાદ: ભારતને આગામી 20 વર્ષમાં 2840 નવા વિમાનો, 41000 પાયલોટ અને 47000 ટેકનિકલ સ્ટાફની જરૂર પડશે એમ એરબસના ભારત અને દક્ષિણ એશિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રેમિ મેલાર્ડે જણાવ્યું હતું. ‘વિંગ્સ ઇન્ડિયા 2024’ એવિએશન કોન્કલેવ અને એક્ઝિબિશન પછી મેલાર્ડે જણાવ્યું હતું કે એરબસ આ દાયકાના અંત સુધીમાં ભારતમાંથી પોતાના આઉટ ઉપગને સોર્સિંગને વર્તમાન 75 કરોડ ડોલરથી વધારીને 1.5 બિલિયન ડોલર કરી દેશે.