ભારતનો પાંચમો નેવિગેશન સેટેલાઈટ સફળતા પૂર્વક લોન્ચ

Thursday 21st January 2016 07:27 EST
 

આંધ્ર પ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી બુધવારે સવારે ૯:૩૧ કલાકે ભારતે IRNSS-1E નામનો સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. ભારત દ્વારા આ સિરિઝનો પાંચમો નેવિગેશન સેટેલાઈટ લોન્ચ કરાયો છે. ભારત હવે માત્ર બે નેવિગેશન સેટેલાઈટ લોન્ચ કરવાથી દૂર છે, ત્યારબાદ અમેરિકાની જેમ તેનું પોતાનું દેશી નેવિગેશન નેટવર્ક તૈયાર થઈ જશે. ભારતના પીએસએલવી-સી૩૧ દ્વારા આ સેટેલાઈટને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા આ સફળતા બદલ સંશોધકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter