વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ખાતે મળનારી અણુ સલામતી પરિષદમાં ભાગ લેવા વોશિંગ્ટન પહોંચી ગયા છે. પરિષદમાં હાજરી આપતા પૂર્વે તેમણે અમેરિકાની લેસર ઈન્ટરફેરો મીટર ગ્રેવિટેશનલ ઓબ્ઝર્વેટરી (LIGO)ના વિજ્ઞાનીઓ સાથે બેઠક કરી ભારતમાં LIGOની સ્થાપના કરવા અંગે ચર્ચા કરી હતી. ભારતમાં LIGOની સ્થાપના અંગે અમેરિકા સાથે કરાર થયા છે.
ભારતે અમેરિકા સાથે ભારતમાં લેસર ઈન્ટરફેરો મીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરવા માટે કરારો કર્યા હતા. અગાઉ ભારતમાં LIGOની સ્થાપના કરવા પ્રધાનમંડળની મંજૂરી મળી હતી.
વડા પ્રધાન મોદીની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન ભારતના અટમિક એનર્જી સેક્રેટરી શેખર બસુ અને અમેરિકાના એનએસએફના વડાએ કરારો સંપન્ન કર્યા હતા. ભારતમાં LIGOની સ્થાપના થશે અને તે ૨૦૨૩માં કાર્યરત થશે.