ભારતમાં રૂ. 78,213 કરોડની ડિપોઝીટ્સનું કોઈ લેવાલ નથી

Saturday 29th June 2024 06:17 EDT
 
 

નવી દિલ્હીઃ દેશની બેન્કોમાં અનક્લેમ્ડ ડિપોઝિટ્સ એટલે કે દાવા ન કરાયેલી થાપણોમાં 26 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2023-24ના અંતે દેશની બેન્કોમાં અનક્લેમ્ડ ડિપોઝિટ્સ રૂ. 78,213 કરોડ હતી. જ્યારે અગાઉના નાણાકીય વર્ષના અંતે આ રકમ રૂ. 62,225 કરોડ હતી. રિઝર્વ બેન્કે 2024-25ના નાણાકીય વર્ષ માટે વૃદ્ધિદર સાત ટકા રહેવા આગાહી કરી છે. મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સના આધારે આ આગાહી કરાઇ છે.
આ ઉપરાંત ગયા નાણાંકીય વર્ષમાં સરકારે જારી કરેલા ગોલ્ડ બોન્ડ લેવા માટે રોકાણકારોએ પડાપડી કરી હતી અને કુલ રૂ. 27,031 કરોડના ગોલ્ડ બોન્ડ લીધા હતા. આમ ગોલ્ડ બોન્ડના ઉપાડનો આ આંકડો અગાઉના નાણાકીય વર્ષ કરતાં ચાર ગણો હતો. આ ખરીદી અત્યાર સુધી એક જ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી થયેલી સૌથી વધુ ખરીદી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter