નવી દિલ્હીઃ નોટબંધીને આઠ વર્ષ પૂરા થવા છતાં ભારતમાંથી કાળા નાણાંનું દૂષણ સંપૂર્ણ નાબુદ નહીં થયાનું રિપોર્ટમાં જણાવાયું છે. દેશના 90 ટકા લોકો હજુ પણ માની રહ્યા છે કે, રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં બ્લેક મની મોટી માત્રામાં પ્રવર્તી રહ્યું છે અને જમીન/પ્રોપર્ટી માટે એક સેન્ટ્રલ ડેટા બેઝ તૈયાર કરવાના સરકારના પ્રયાસો હજુ પણ ટૂંકા જણાઈ રહ્યા છે. દેશમાંથી બ્લેક મની અને ભ્રષ્ટાચારને નાબુદ કરવાની લડતના ભાગરૂપ નોટબંધીનું પગલું આવી પડયું હતું. જોકે નોટબંધીના આઠ વર્ષ પછી પણ હેતુ સિદ્ધ થયાનું જણાતું નથી કારણે કેશ ઈન સર્ક્યુલેશન જે 2016માં રૂપિયા 17 લાખ કરોડ રહી હતી તે 2024માં બમણી થઈને રૂપિયા 34 લાખ કરોડ પર પહોંચી ગઈ છે.