કેન્દ્રના પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન મનિષ શર્માએ જણાવ્યું હતું કે, વિદેશીઓ ખાસ કરીને મહિલાઓને પ્રવાસન સ્થળે જે સતામણીનો ભોગ બનવું પડે છે તેનાથી પ્રવાસન ઉદ્યોગ પર પણ વિપરિત અસર પડી છે, અને તેથી જ નવા કાનૂનમાં વિદેશી સહેલાણીને અડકવું કે સતામણી કરવી તે પણ અપરાધ ગણાશે.
આગ્રામાં વિશ્વવિખ્યાત તાજ મહેલ આવેલો હોવા છતાં અહીં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો રહ્યો છે. આ ઘટાડો હવે ૧૦ ટકાની ચેતવણીજનક સ્થિતિએ પહોંચી ગયા છે તેનું એક કારણ અહીં વિદેશી પ્રવાસીઓની થતી સતામણી પણ છે. મોટા ભાગના સહેલાણીઓને સ્થાનિક લોકોથી છેતરાયા હોવાનો પણ અનુભવ થાય છે. આ બધી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકાર કાયદામાં સુધારો કરી રહી છે.