ભારતમાં હવે ‘લોન ક્રાંતિ’ માટે તૈયારી

Friday 06th September 2024 05:34 EDT
 
 

બેંગલુરુઃ ભારતમાં હવે એક જ ક્લિક પર કાર, પર્સનલ કે હોમ લોન વગેરે મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. આમાં પ્રોસેસિંગ પણ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) જેમ જ થશે અને ગણતરીની સેકંડોમાં પેમેન્ટ મળશે. આ માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંત દાસે યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ (ટુએલઆઇ) શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે તેનાથી દેશની લોન સિસ્ટમમાં ક્રાંતિ આવશે. યુએલઆઈને આરબીઆઈની સબસીડિયરી રિઝર્વ બેન્ક ઇનોવેશન હબ (આરબીઆઇએચ)એ ડેવલપ કરી છે. તેનો હેતુ છૂટક લોન લેનારા લોકો માટે મૂલ્યાંકન પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાનો છે. બેંગલૂરુમાં મળેલા વૈશ્વિક સંમેલનમાં દાસે આ માહિતી આપી હતી. યુએલઆઇનો પાયલટ પ્રોજેક્ટ ગયા વર્ષે 17 ઓગસ્ટે શરૂ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter