નવી દિલ્હી: ભારતીય ઈકોનોમી 2031 સુધીમાં 7 ટ્રિલિયન ડોલરે પહોંચશે તેવી ધારણા રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા વ્યક્ત કરાઇ છે. વર્ષ 2025થી 2031 વચ્ચે મધ્યમ ગાળામાં આર્થિક વિકાસ દર સરેરાશ 6.7 ટકા રહેવાનાં અંદાજ સાથે આ ધારણા વ્યક્ત કરાઈ છે. જે કોરોનાની મહામારી પહેલાનાં દાયકામાં રહેલા 6.6 ટકાનાં ગ્રોથ રેટની સમકક્ષ રહેશે. ખાસ કરીને મૂડી ખર્ચમાં વધારો તેમજ ઉત્પાદકતામાં વૃદ્ધિ થવાને કારણે અર્થતંત્રમાં તેજી આવશે. ક્રિસિલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 6.8 ટકા રહી શકે છે. જોકે ઉંચો વ્યાજ દર અને ધિરાણનાં કડક નિયમોને કારણે શહેરી માંગને અસર થઈ શકે છે. વિકાસ
માટે ઓછા રાજકીય પ્રોત્સાહનને કારણે ચોથને અસર થઈ શકે છે.