મુંબઇઃ પ્રમુખ ટ્રમ્પના ટેરિફ ટેરરથી દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલી ગયો છે. આમાંથી ભારતીય શેરબજાર પણ બાકાત નથી. જોકે અન્ય શેરબજારની તુલનાએ ભારતીય બજારમાં પ્રમાણમાં ઓછો આંચકો આવ્યો છે એમ કહી શકાય. બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી-50માં ઘટાડા છતાં પણ હજુ વેલ્યુએશન સસ્તા નથી. કેટલાક શેર યોગ્ય કિંમતે છે, પરંતુ વધુ સસ્તા નથી. આ ઘટાડો સરકારની નીતિઓ સાથે જોડાયેલો છે. એટલા માટે તેમાં સુધારાની સંભાવના વધુ છે. લાર્જ કેપ શેરમાં રોકાણને પ્રાથમિકતા આપો. દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે. નાણાકીય ઘટાડો, ચાલુ ખાતાનો ઘટાડો ને મોંઘવારી નિયંત્રણમાં છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારે એસઆઈપીમાં રોકાણ ચાલુ રાખવું જોઈએ. જે રોકાણકાર નવી એસઆઈપી શરૂ કરવા માગે છે તેમણે લાર્જ કેપ ફંડથી શરૂઆત કરવી જોઈએ. ત્યાર બાદ ફ્લેક્સી-કેપ અને વેલ્યૂ ઓરિએન્ટેડ ફંડમાં રોકાણ કરવું યોગ્ય ગણાશે. માર્ચ 25ના ત્રિમાસિક કોર્પોરેટ પરિણામ પર ઘણી આશા છે.