ભારતીય શેરબજારમાં વિદેશીઓ કરતાં દેશવાસીઓનું 10 ગણું વધુ રોકાણ

Wednesday 09th October 2024 13:10 EDT
 
 

નવી દિલ્હી: ભારતમાં શેરમાર્કેટમાં પ્રવેશ કરનારા રોકાણકારોની સંખ્યા રોકેટ ઝડપે વધી છે. દેશમાં અત્યારે કુલ 17 કરોડ ડીમેટ એકાઉન્ટ છે, જે ડિસેમ્બર 2023 સુધી 13.9 કરોડ હતા. માર્ચ 2020માં તો આ આંકડો માત્ર 4 કરોડ જ હતો એટલે કે માત્ર 4 વર્ષમાં જ તેમાં 4 ગણો વધારો થયો છે. તેની અસર એ થઇ છે કે માર્કેટમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોનો હિસ્સો હવે પલટી ગયો છે. આ વર્ષે જાન્યુઆરી ઓગસ્ટની વચ્ચે રૂ. 4.67 લાખ કરોડનું રોકાણ થયું. તેમાં સર્વાધિક 3.1 લાખ કરોડનું રોકાણ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)એ જ્યારે સામાન્ય રોકાણકારોએ રૂ. 1.14 લાખ કરોડના શેર્સ ખરીદ્યા છે. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII)એ માત્ર રૂ. 42,886 કરોડનું રોકાણ કર્યું છે. આમ કુલ રોકાણમાં DIIનો હિસ્સો 66.38 ટકા, રિટેલ રોકાણકારોનો 24.41 ટકા અને FIIનો માત્ર 9.21 ટકા હતો. આ હિસાબે વિદેશી રોકાણકારોની તુલનામાં સ્થાનિક રોકાણકારોએ અંદાજે દસ ગણું વધારે રોકાણ કર્યું છે. જ્યારે, માત્ર એક વર્ષ પહેલાં 2023માં FIIએ 9.1 લાખ કરોડ, DIIએ 1.8 લાખ કરોડ અને રિટેલ રોકાણકારોએ રૂ. 5.2 હજાર કરોડના શેર્સની ખરીદી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter